ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPના બદાયુમાં ધાર્મિક કાર્યક્રમમાં ફૂડ પોઇઝનિંગ, 400ની હાલત લથળી - ભોજન સમારંભ

ઉત્તર પ્રદેશના બદાયુમાં ધાર્મિક વિધિઓમાં ફૂડ પોઇઝનિંગથી 400 લોકોની હાલત કફોડી બની છે. જેમાંથી 28 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. દુકાનદાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમે 4 સેમ્પલ સીલ કર્યા છે. આ અંગે DMએ કેસની તપાસના આદેશ આપ્યાં છે.

ધાર્મિક વિધિમાં ફૂડ પોઇઝનિંગ, 400ની હાલત કથળી, 28 દાખલ
ધાર્મિક વિધિમાં ફૂડ પોઇઝનિંગ, 400ની હાલત કથળી, 28 દાખલ

By

Published : Feb 11, 2020, 11:03 AM IST

બદાયુઃ જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર પ્રશાંતે સોમવારે જણાવ્યું હતું કે, જિલ્લાના ઉઘૈતી પોલીસ સ્ટેશન વિસ્તારના અમૃતપુરમાં એક વ્યક્તિના ધાર્મિક કાર્યક્રમમાં ગામ માટે એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામ અને આજુ-બાજુના વિસ્તારના તમામ ઉંમરના સેંકડો લોકોએ ભોજન લીધું હતું. એક પછી એક તમામ લોકોની હાલત બગડવાની શરૂ થઈ હતી. જેથી લોકોને પ્રાથમિક સારવાર માટે ઉઘૈતી શહેરના PHCમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

તેમણે કહ્યું કે, જો કે, 28 લોકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે જિલ્લાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં કેમ્પ ચાલું કરાયો છે અને લોકો ડૉકટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ પોઇઝનિંગ થયેલા 290 લોકોની સારવાર કરવામાં આવી છે.

હોસ્પિટલમાં પહોંચેલા બીમાર લોકોએ જણાવ્યું કે, ભોજન લેવાથી લગભગ 400 લોકો બીમાર થઈ ગયા છે, જેમાં 28 લોકોની હાલત ગંભીર છે. ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.બી.વી. પુષ્કરે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ત્યાં 28 લોકોને પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તમામ દર્દીઓએ પેટમાં દુખાવો અને ઉલટી થવાની ફરિયાદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details