ત્રિપુરા-મિઝોરમમાં પૂરના કારણે 15 હજાર લોકો પ્રભાવિત - Agartala
અગરત્તલા: પૂરના કારણે ત્રિપુરા-મિઝોરમમાં 15 હજાર લોકો પ્રભાવિત થયા છે. વરસાદ અને ભૂસ્ખલનના કારણે ત્રિપુરા અને મિઝોરમનો દેશના બાકી ભાગોમાં રેલવેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના કારણે 3 લોકોના મૃતદેહ મળ્યા છે. અગરતલાના વિસ્તારોમાં જિરાનિયા, કલ્યાણપુર અને પશ્વિમી ત્રિપુરાના તેલયામુરા સ્થિત 38 રાહત શિવિરોમાં 12,000થી વધારે લોકો આશરો લઈ રહ્યા છે.
ફાઈલ ફોટો
મિઝોરમમાં 3,000થી વઘારે લોકોના લુંગલેઈ જિલ્લા સ્થિત સુરક્ષિત સ્થાનો આશરો લઈ રહ્યા છે. ઉત્તર પૂર્વી ભારતમાં ઘણા વિસ્તારોમાં પૂર જેવા જવી જ પરિસ્થિતિ છે. ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં જીવનું નુકસાન નથી થયું. ભારતના નિચાણવાળા વિસ્તારોમાં મહારાષ્ટ્ર પણ વરસાદથી પ્રભાવિત છે.