દિલ્હી અને NCRના 17,000થી વધારે લોકોના કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. દિલ્લીના 13 ટકા લોકો માનવું છે કે, પ્રદુષણ રોકવાનો કોઈ વિકલ્પ નથી.
પ્રદુષણના કારણે 40 ટકા લોકો દિલ્હીમાં નથી રહેવા માગતા: સર્વે - ફ્લાઇટ લેન્ડ કરવામાં મુસ્કેલી
નવી દિલ્હી: દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં વધતા પ્રદુષણના કારણે હાલત ખરાબ છે. દિલ્હી અને NCRમાં 40 ટકા રહેવાસીઓ ખરાબ હવાના કારણે બીજા શહેરમાં વસવાટ કરવા માગે છે. જ્યારે 16 ટકા લોકો આ સ્થિતિ દરમિયાન યાત્રા પર જવા માગે છે.
ડોયલથી મળતી માહિતી મુજબ, રનવે પર પાયલોટને ફ્લાઇટ લેન્ડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં લો વિઝિબિલિટી હોવાના કારણે ફ્લાઇટને લેન્ડ કરી શકાતી નથી. તો બીજી બાજુ આવનાર ફ્લાઇટને બીજા એરપોર્ટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ડોયલનું કહેવું છે કે, અત્યાર સુધી વિઝિબિલિટિ ઠીક થઇ નથી જેને કારણે ફ્લાઇટ લેન્ડ થવામાં મુશ્કેલી થઇ રહી છે.
ડાયલના અધિકારીઓનું કહેવું છે કે, ઓછી વિઝિબિલિટિ હોવાના કારણે રનવેમાં ફ્લાઇટને લેન્ડ કરવામાં મુશ્કેલી થઇ રહી છે. જેને લઇને અત્યાર સુધીમાં 32 ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગનું કહેવું છે કે ધુમ્મસમાં કોઈ ઘટાડો નથી થઇ રહ્યો, તેથી એમ કહી શકાય કે દિલ્હી એરપોર્ટ પર આવનાર વધુ ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ થઇ શકે તેમ છે.