ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક જ પરિવારના 5 સભ્યો છે કોરોના વોરિયર્સ... - એક પરિવારના 5 સભ્યો પોલીસમાં નોકરી

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક પરિવારના 5 સભ્યો પોલીસમાં નોકરી કરી દેશની સેવા કરી રહ્યા છે. કોરોનાના સમયમાં આ પરિવારના 5 સભ્યો એક બીજાની સાથે રહીને પોતાની ડ્યૂટી કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક જ પરિવારના 5 સભ્યો કોરોના વોરિયર્સ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક જ પરિવારના 5 સભ્યો કોરોના વોરિયર્સ

By

Published : Jun 27, 2020, 10:44 PM IST

મધ્યપ્રદેશઃ રાજ્યના છતરપુર જિલ્લામાં રહેનારા અહિરવાર પરિવારના ત્રણ દિકરા તેના પિતા અને તેમના દિકરાઓમાંથી એકની પત્ની પોલીસમાં નોકરી કરી રહી છે. કોરોનાની વૈશ્વીક મહામારીમાં આ પરિવાર પોતાનું કર્તવ્ય ઇમાનદારી સાથે નિભાવી રહ્યા છે.

એક જ પરિવારના 5 લોકો પોલીસમાં અલગ-અલગ જવાબદારી નીભાવી રહ્યા છે.

પોલીસમાં નોકરી કરનાર દરેક સભ્ય એક જ પરિવારના છે, હાલના દિવસોમાં અલગ-અલગ રહીને પોતાની જવાબદારી છતરપુર જિલ્લામાં નિભાવી રહ્યા છેે. SI ધરમેન્દ્ર અહિરવાલએ જણાવ્યું કે, તેમના પિતા કન્હૈયાલાલ અહિરવાલ છતરપુર કંટ્રોલ રૂમમાં પ્રભારી હતા. જ્યારે ધરમેન્દ્ર અહિરવાલ જુઝાર નગરમાં કામ કરી રહ્યા છે. જ્યારે તેમના બન્ને ભાઇ વીરેન્દ્ર અને મહેન્દ્ર સિવિલ લાઇન પોલીસ સ્ટેશન અને સીએસસી કાર્યાલયમાં પોતાની જવાબદારી નીભાવી રહ્યા છે.

જ્યારે તેમની પત્ની ઉમા ચૌધરી એસપી કાર્યાલમાં કામ કરી રહી છે.

જ્યારે એક જ પરિવારના લોકો કોરનાની મહામારીમાં જિલ્લામાં સેવાઓ આપી રહ્યા હતા, જ્યારે તેમના બન્ને ભાઇઓ તેમની સાથે મળીને પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details