ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશની પ્રથમ પૂર્વ મહિલા DGP કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું નિધન

દેહરાદુનઃ દેશની પ્રથમ મહિલા અને ઉત્તરાખંડની પૂર્વ DGP કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું 72 વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારી સાથે ઝઝૂમી રહી હતી. કંચન ચૌધરી 1973 ની બેચના IPS અધિકારી હતા. જેથી તેમના અવસાન પર ઉત્તરાખંડ પોલીસે શોક વ્યક્ત કર્યો છે.

By

Published : Aug 27, 2019, 9:56 AM IST

DGP કંચન ચૌધરી ભટ્ટાચાર્ય

કંચન ચૌધરી ભટ્ટાચાર્ય ઉત્તરાખંડ પોલીસ વિભાગમાં રહીને ઘણા મહત્વના કાર્યો કર્યા છે, જેથી તેમને લોકો હજુ પણ યાદ કરે છે. ઉત્તરાખંડમાં તેમનું પ્રથમ મહિલા ડીજીપી તરીકે અલગ સ્થાન છે. કંચન પોલીસ વિભાગમાં ફરજ બજાવવાની સાથે જ ખૂબ સરળ અને મીઠા સ્વભાવના પણ હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં AAPની ટિકિટ પર હરિદ્વાર સંસદીય મત વિસ્તારમાંથી તેઓ ચૂંટણી પણ લડ્યા હતા.

1973ની બેચના IPS અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યે વર્ષ 2004 માં ઈતિહાસ રચ્યો હતો, જ્યારે તેણી ઉત્તરાખંડ પોલીસના Director General બન્યા હતા. તેઓ 31 ઓક્ટોબર 2007 ના રોજ પોલીસ મહાનિર્દેશક તરીકે નિવૃત્ત થઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details