બીજીવાર ભાજપને જનાદેશ મળ્યો છે. NDA-2ની બીજી ઈનિંગની શરુઆત થઈ ગઈ છે. મોદી સરકારમાં 57 સાંસદોનો પ્રધાનમંડળમાં સમાવેશ થઈ ગયો છે. તમામને ખાતાઓની વંહેચણી કરી દેવાઈ છે. શુક્રવાર સાંજે મોદીએ કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી હતી. આ પહેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યલયમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
વડાપ્રધાન મોદીનું પ્રધાનમંડળ એકશનમાં, કેબિનેટની બેઠક મળી - modi government
ન્યુઝ ડેસ્કઃ શપથવિધિ સહિતની તમામ ઔપચારિકતા પછી હવે મોદી સરકાર કામ શરુ કરી દીધુ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં તમામ પ્રધાનોને મોદીએ શુભેચ્છાઆ પાઠવી હતી. આ ઉપરાંત મોદીએ શહિદોના પરિવાર માટે પહેલો મહત્વનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન મોદીનું પ્રધાનમંડળ એકશનમાં, કેબિનેટની બેઠક મળી
મોદીએ બેઠકમાં ઉપસ્થિત તમામ પ્રધાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત સત્તાના સુકાન સંભાળ્યા પછી મોદીએ પહેલો મહત્વનો નિર્ણય લીધો છે. મોદી સરકારે શહિદ પરિવારના બાળકોને આપવામાં આવતી સ્કોલરશીપમાં વધારો કર્યો છે. આ મીટિંગની સાથે બજેટ સત્રની પણ જાહેરાત થઈ છે. 19 જુને પહેલા સ્પીકરની ચૂંટણી યોજાશે. ત્યારપછી 17 જુનથી 26 જુલાઈ સુધી બજેટ સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 60 વર્ષથી ઉપરના ખેડુતોને પેન્શન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.