ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ આગ ચોથા માળે લાગી છે.
નોઈડાના સ્પાઈસ મૉલમાં લાગી ભીષણ આગ - ભીષણ આગ
નોઈડા: નોઈડાના સેક્ટર 25માં આવેલા પ્રખ્યાત શોપિંગ મૉલ(સ્પાઈસ મૉલમાં) સોમવારે ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં ફાયરના જવાનો ગાડીઓ સાથે અહીં પહોંચી ગયા છે.
file
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને બપોરના 1.30ની આસપાસ એક ફોન આવ્યો હતો. જેમાં આ પ્રકારની સૂચના મળી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર ચાર ગાડીઓ રવાના કરી દેવામાં આવી હતી. જ્યાં હાલ આગને કાબૂમાં લેવાનું કામ ચાલી રહ્યું છે.
હાલમાં લાગેલી આ આગ પાછળનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.