ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેલ્લોર કેમિકલ યૂનિટમાં લાગી આગ, ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો

નેલ્લોર કેમિકલ યૂનિટમાં આગ લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, તાત્કાલિક અગ્નિશામક દળના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Nellore chemical unit
નેલ્લોર કેમિકલ યુનિટ

By

Published : May 11, 2020, 9:55 AM IST

આંધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમમાં સ્ટાયરિન ગેસ લીક ​​થયાના થોડા દિવસો બાદ વધુ એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આંધ્રપ્રદેશના નેલ્લોરમાં આવેલા કેમિકલ ગોડાઉનમાં રવિવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. જેનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટનાને કારણે ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયું હતું.

આ ઘટનાને પગલે અગ્નિશામક દળ ઘટનાસ્થળ પર આવીને ફાયર ફાઈટરોએ ગણતરીની કલાકોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ગોડાઉનમાં હાઈડ્રોજન પેરોક્સાઇડ સહિતના ઘણા રસાયણો સંગ્રહિત છે, જે કારણે આ આગથી મોટું નુકસાન થવાનું જોખમ હતું.

સ્થાનિક રહેવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યના જળ સંસાધન પ્રધાન અનિલકુમાર યાદવે રહેવાસીઓનો ડર દૂર કરવા સ્થળની મુલાકાત લીધી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details