ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના બાંદામાં રસોઈ બનાવતા સમયે એક મકાનમાં આગ લાગતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 2 મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. એક જ પરિવારની ત્રણ મહિલાઓના મોત બાદ તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
રસોઈ બનાવતી વખતે મકાનમાં આગ લાગી, દાઝી જવાથી ત્રણ મહિલાના મોત - યુપીમાં રસોઈ બનાવતા લાગી આગ,
ઉત્તરપ્રદેશના બાંદામાં રસોઈ બનાવતા સમયે એક મકાનમાં આગ લાગતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 2 મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. એક જ પરિવારની ત્રણ મહિલાઓના મોત બાદ તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
સમગ્ર મામલો બાબેરૂ કોતવાલી વિસ્તારના પારસ ગામનો છે, જ્યાં મંગળવારે બપોરે કાચા મકાનમાં રસોઈ બનાવતા સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 65 વર્ષના મુન્ની દેવી આગમાં ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં તેની પુત્રી અને પુત્રવધૂ તેમને બચાવવા પહોંચી હતી.
આ દમિયાન ઘરના અન્ય સભ્યો અને આજુબાજુના લોકો ચીસો પાડવાનો અવાજ સાંભળી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જેમણે આગ ઓલવીને મુન્ની અને રેખાને ઘરની બાહર કાઢ્યા હતા. ત્યાં સુધીમાં તેમની મોત થઈ ગઈ હતી. તે જ સમયે, બંને ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની ગંભીર હાલતને કારણે ડોકટરોએ તેમને કાનપુર રિફર કર્યા હતા. બુધવારે રેખા અને આરતીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.