મુંબઇ : મહારાષ્ટ્રના મુંબઇમાં ચેંબૂર રેલવે સ્ટેશન પાસે આવેલી એક માર્કેટમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ 10 ફાયરની ગાડીયો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહારાષ્ટ્ર : પુણેની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ - પુણેની એક કેમિકલ ફેક્ટરીમાં આગ
મુંબઇમાં ગુરૂવારે સવારે ચેંબૂર રેલવે સ્ટેશન પાસે આવેલી એક માર્કેટમાં આગ લાગી હતી. જોકે ઘટનાની જાણ થતાની સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તો આ સાથે જ પુણેમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.જોકે આ આગ પર પણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ
તો આ સાથે જ મહારાષ્ટ્રના પુણેના કુરકુંભ MIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. જોકે આ બન્ને ઘટનાઓમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.