મુંબઈ: દેશની આર્થિક રાજધીની કહેવાતા મુંબઈમાં બુધવારે મોડી રાત્રિએ એક ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મુંબઈના એક મકાનમાં ભીષણ આગ, 9 લોકો દાઝ્યાં - દેશની આર્થિક રાજધીમાં આગ
મુંબઈના એક મકાનમાં આગ લાગવાથી 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
મુંબઈના એક ઘરમાં લાગી ભીષણ આગ, 9 લોકો ઈજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, આ ઘટના શહેરના સમતા નગર વિસ્તારમાં બની છે. આ ઉપરાંત આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવ્યું છે. આગ લાગવાની થોડી મિનિટ બાદ, ઘરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. જેથી સંપત્તિને ઘણું નુકસાન થયું છે.