નવી દિલ્હી: દક્ષિણ પૂર્વ દિલ્હીના તુગલકાબાદમાં ઝૂંપડપટ્ટીમાં મંગળવાર મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં લગભગ 250 ઝૂંપડાઓ આગના લપેટામાં આવી ગયા હતી. આગ લાગવાનું કારણ હજૂ પણ અકબંધ છે. પોલીસ આગ કેવી રીતે શરૂ થઈ તે અંગે તપાસ કરી રહી છે.
તુગલકાબાદની ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગમાં 250 ઝુંપડા બળીને ખાખ
દક્ષિણ-પૂર્વ દિલ્હીના તુગલકાબાદની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર ટેન્ડર સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જો કે, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ આગમાં 250 ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.
ઝૂંપડપટ્ટીમાં લાગી ભિષણ આગ
ઘટનાની જાણ થતાં ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ આગમાં 250 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે. જો કે, હજૂ સુધી આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.