ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીકૃષ્ણ જન્મભૂમિ નિર્માણના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય દેવ મુરારી બાપુ સામે છેતરપિંડીનો કેસ દાખલ

ગુરુવારે મથુરા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્માસ્થાન સેવા સંસ્થાના સેક્રેટરીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ નિર્માણના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય દેવ મુરારી બાપુ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે ખોટા ટ્રસ્ટ બનાવીને લોકો પાસેથી પૈસા વસૂલવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

મથુરા
મથુરા

By

Published : Aug 21, 2020, 6:52 AM IST

મથુરા: શ્રી કૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય દેવ મુરારી બાપુ પર શ્રી કૃષ્ણ જન્માસ્થાન સેવા સંસ્થાના સેક્રેટરી કપિલ શર્માએ ગોવિંદ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. કપિલ શર્માએ આચાર્ય દેવ મુરારી બાપુ પર આરોપ લગાવ્યો હતો કે શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ નિર્માણ ન્યાસની બનાવટી રચના કરવામાં આવી છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે.

વૃંદાવનના આચાર્ય દેવ મુરારી બાપુએ ગયા મહિને શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ નિર્માણ ન્યાસની રચના કરી હતી. સંગઠનને વિસ્તૃત કરવા માટે દેશભરમાંથી સંતો-મહંતોને એકઠા કરવામાં આવી રહ્યા છે. દેશના 22 રાજ્યોમાં આ સંગઠનમાં સાધુ સંતોને જોડવામાં આવ્યા છે.

આ સાથે જ શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાના સેક્રેટરીએ આચાર્ય દેવ મુરારી બાપુ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આચાર્ય દેવ મુરારી બાપુ સામે ગુરુવારે મોડી રાત્રે શહેરના ગોવિંદ નગર પોલીસ સ્ટેશનમાં 406, 419, 420, 663, 465, 467, 468, 469, 471, 153 એ આઈપીસી અને 66 ડી કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાના સેક્રેટરી કપિલ શર્માએ જણાવ્યું હતું કે વૃંદાવનના સંત આચાર્ય દેવ મુરારી બાપુ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેઓએ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસને બનાવટી રીતે ગઠન કર્યું છે અને લોકોને ભ્રમિત કરીને તેમના પાસેથી પૈસા વસૂલવાનું કામ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details