ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પોલીસે તબલીઘી જમાતમાં ભાગ લેનારા 64 વિદેશી નાગરિક અને 10 ભારતીય નાગરિક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને કેસ દાખલ કર્યો છે. સાથે જ પોલીસે આરોપીની મદદ કરનારા અન્ય 13 લોકો વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. વિદેશી નાગરિકો વિરૂદ્ધ વિઝાના ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવા અંગે જણાવ્યું છે.
આના પર સરકારના આદેશો અને વિઝાનું ઉલ્લંઘન કરવા સાથે જ આપત્તિ વ્યવસ્થાપન ધારામાં કલમ 13, 14 અને વિદેશી બાબતો અધિનિયમ 1964 હેઠળ એશબાગ, મંગલવારા, શ્યામલા હિલ્સ, પિપલાની અને તલૈયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિદેશથી આવેલા આ જમાતીઓએ ભોપાલ પહોંચીને સ્થાનિક પોલીસને કોઈ પ્રકારની જાણકારી નહોતી આપી. આ સાથે જ લોકડાઉન દરમિયાન સરકારાના આદેશોનું પણ પાલન કર્યું નહોતું.
વિઝા નિયમનું કર્યું ઉલ્લંઘન