રાજ્યસભા સાંસદ અને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી બે દિવસ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. તે દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ કેટલાક મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો હતો. જેમાં દેશમાં ચાલી રહેલી આર્થિક મંદી પર કહ્યું કે, આર્થિક મંદીને સુધારી શકાય છે, પરંતુ નાણાંપ્રધાનને તેનો રસ્તો ખબર નથી. નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જે જ્ઞાન હોવું જોઈએ તે નથી. દેશમાં મંદીની લહેર છે અને આગામી સમયમાં પણ આ જ સ્થિતિ રહેશે. તેની પાછળ નાણાંપ્રધાનની સમજ જવાબદાર છે. તેમને અર્થવ્યવસ્થાની જાણકારી નથી, તે ગંભીર છે, પરંતુ સમજણ જ ન હોય તો શું સુધારશે?
નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથીઃ સુબ્રમણ્યમ સ્વામી - રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી
ઉત્તરપ્રદેશઃ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અયોધ્યામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન નાણાંપ્રધાન પર સવાલો ઉભા કર્યા છે. નાણાંપ્રધાનને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથી, તેમાં તેમની પણ કોઈ ભૂલ નથી, તેમ કહી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના જ પક્ષની સરકાર પર વ્યંગ કર્યો છે.
subramanian swamy
નાણાંપ્રધાન પર કરેલો કટાક્ષ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર વ્યંગ છે. નિર્મલા સિતારમણ રક્ષા વિભાગ બાદ નાણાં વિભાગમાં ઉતકૃષ્ઠ કાર્ય કરે તેવી અપેક્ષાઓ હતી, પરંતુ દેશમાં મંદી એ હદે વધી રહી છે તેને સમજવું મુશ્કેલ છે. તેવામાં સુબ્રમણ્યમ સ્વામીનું આ નિવેદન સરકારની નિંદા માટે વિપક્ષને વધુ એક તક આપી દીધી છે.