હૈદરાબાદ: તમામ સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હોવા છતાં, હૈદરાબાદનો આ યુવક તેની સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી પ્લાસ્ટિક વિગરનું UPI આધારિત ક્રેડિટ કાર્ડ બનાવવામાં સફળ થયો છે. તેનું લક્ષ્ય છે કે, પહેલા હૈદરાબાદમાં અને ત્યારબાદ સમગ્ર ભારતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો માર્ગ નિશ્ચિત કરવો.
આ અનોખી પહેલ માટે વિશાલ રંજનને બેન્ક અથવા લોકો તરફથી કોઈ પ્રશંસા કે સમર્થન મળ્યું નહતું. તેમ છતાં આશરે બે વર્ષના સતત પ્રયત્નો બાદ તે 'વીકાર્ડ' નામનું આ UPI આધારિત ક્રેડિટ કાર્ડ બનાવવામાં સફળ થયો છે.
વીકાર્ડ સ્માર્ટફોન દ્વારા કાર્ય કરે છે અને તેની પ્રક્રિયા અન્ય ક્રેડિટ કાર્ડ્સ જેવી જ છે. જોકે આ પ્રક્રિયામાં પ્લાસ્ટિક દ્વારા બનાવેલા કાર્ડનો ઉપયોગ થતો નથી.
બેંકો સામાન્ય રીતે લોકોને ન્યૂનતમ એકાઉન્ટ બેલેન્સ અને ચોક્કસ સંખ્યામાં વ્યવહારો કર્યા બાદ ક્રેડિટ કાર્ડ આપે છે. પરંતુ વીકાર્ડ લોકોને ખાતામાં ન્યૂનતમ બેલેન્સ હોવા છતાં તમામ સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
વીકાર્ડ રાષ્ટ્રીય ચુકવણી નિગમ દ્વારા સંચાલિત યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની સહાયથી કાર્ય કરે છે. આ માટેની મંજૂરીઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લેવામાં આવી છે.
કાર્ડમાં બે લાખ રૂપિયાની મર્યાદા છે અને વીકાર્ડ મોબાઈલ એપ્લિકેશન દ્વારા કાર્ય કરે છે. ઉપાડ માટે જરૂરી રકમ વધુ ઉપયોગ માટે એપ્લિકેશન એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.