ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિંદૂર-મંગલસૂત્ર ધારણ કરવા બદલ નુસરત જહાં વિરૂદ્ધ ફતવો જાહેર

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાં વિરુદ્ઘ દેવબંદે ફતવો જાહેર કર્યો છે. જેમાં કહ્યું છે કે નુસરતે સિંદૂર લગાવવાની જરૂર ન્હોતી. સાથે જ તેમણે મંગલસૂત્ર પહેર્યું છે, જે ઈસ્લામની વિરૂદ્ધ છે. નુસરતે નિખિલ જૈન નામના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા છે.

સિંદૂર-મંગલસૂત્ર ધારણ કરવા બદલ નુસરત જહાં વિરૂદ્ધ ફતવો

By

Published : Jun 30, 2019, 8:03 AM IST

નુસરતે સંસદમાં સભ્ય તરીકે શપથ લીધા તે સમયે તેના કપાળમાં સિંદૂર હતુ. ગળામાં મંગલસૂત્ર પહેર્યું હતુ. તેઓ પશ્ચિમ બંગાળના બશીરહાટથી સાંસદ છે. તેઓએ નિખિલ સાથે તૂર્કીમાં લગ્ન કર્યા છે.

દેવબંદના મુસ્લિમ ધર્મગુરૂના જણાવ્યા અનુસાર નુસરત ઈસ્લામ ધર્મનું પાલન કરે છે. જેથી તેમણે હિન્દુ રીત-રીવાજોમાં વિશ્વાસ ન કરવો જોઈએ અને મંગલસૂત્ર-સિંદૂરથી પણ દૂર રહેવું જોઈતુ હતુ. આ બિન ઈસ્લામિક કાર્ય છે.

ધર્મગુરૂએ એમ પણ કહ્યું કે નુસરત અભિનેત્રી છે. જેથી અમે તેમના જીવનમાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી. પરંતુ જે શરીઅતમાં લખ્યું છે, તે જણાવવું અમારી ફરજ છે. આ નિવેદન પર ભાજપ નેતા સાધ્વી પ્રાચીની પ્રતિક્રિયા સામે આવી છે.

સાધ્વીએ કહ્યું કે, જો ફતવો જાહેર કરવો હતો તો ત્રણ તલાક પર કરવો જોઈતો હતો, મંગલસૂત્ર પર કરવાથી શું થશે?

ABOUT THE AUTHOR

...view details