નવી દિલ્હી: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના પિતા શ્રીકૃષ્ણ બિરલાનું નિધન થયું છે. 92 વર્ષીય શ્રીકૃષ્ણ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. પિતાની તબિયત વધુ ખરાબ થતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બધા કાર્યક્રમો સ્થગિત કર્યા હતા.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના પિતા શ્રીકૃષ્ણ બિરલાનું નિધન - latestgujaratinews
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના પિતા શ્રીકૃષ્ણ બિરલાનું મંગળવારે અવસાન થયું હતું. શ્રીકૃષ્ણ બિરલા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. કોટાના કિશોરપુરામાં આજે (બુધવારે) શ્રીકૃષ્ણ બિરલાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા
કોટાના કિશોરપુરામાં આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઓમ બિરલા કોટા લોકસભા સંસદીય વિસ્તારનું પ્રતિનિધત્વ કરે છે. શ્રીકૃષ્ણ બિરલા કોટાના વરિષ્ઠ સમાજસેવક હતા અને કર્મચારીઓની સભા 108માં મહત્વપૂર્ણ પદો પર રહ્યા હતા. તેમને સહકારી ક્ષેત્ર પિતામહ તરીકે જાણીતા હતા.
શ્રીકૃષ્ણ બિરલાનો જન્મ 12 જૂન 1929ના કોટા જિલ્લાના કનવાસમાં થયો હતો. તેમણે શિક્ષણ પાટનપોલ શાળામાં લીધું હતું. 7 ફેબ્રુઆરી 1949ના તેમના લગ્ન ઈકલેરા નિવાસી શકુંતલા દેવી સાથે થયા હતા.