ફારુક અબ્દુલાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભાજપ આ ધારાઓને હટાવા માંગે છે અને અમને બહાર કરવા માંગે છે, તો શું અમે ઊંધતા રહીશું ? અમે તેનો બરાબરનો મુકાબલો કરીશું.
370 હટાવી તો 'ખુદા કસમ' ભારતથી અમને આઝાદી મળી જશે: ફારુક અબ્દુલા - 370
શ્રીનગર: ભાજપે આજે લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે અનેક મુદ્દાઓ સહિત જમ્મુ કાશ્મીરમાં વિવાદીત ધારા 370 તથા 35 એ હટાવવાની વાત કહી છે. તો આ બાબતને લઈ પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોંન્ફરંસ પાર્ટીના અધ્યક્ષ ફારુક અબ્દુલાએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, જો ભાજપે આ ધારાઓ હટાવી તો અમે પણ જોઈએ છીએ કે, તેમના ઝંડા કોણ ઉઠાવે છે.
ફારુક અબ્દુલા
370 ખતમ કરવાની વાત પર તેમણે કહ્યું કે, જોઈ કોણ ખતમ કરે છે ! અલ્લાહને મંજૂર હશે તો અમે ભારતથી આઝાદ થઈ જઈશું. ફારુક અબ્દુલાએ તીખા શબ્દોમાં કહ્યું જો આવું થશે તો અમે પણ જોઈ કે કોણ ઝંડો ઉઠાવે છે.
આપને જણાવી દઈએ કે, ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે તેમાં 35-A હટાવવાની વાત કહી છે.