ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ શું હિન્દુઓના જ ભગવાન છે?: અબ્દુલ્લા

નવી દિલ્હી: દક્ષિણપંથ પર કટાક્ષ કરતા જણાવ્યુ કે, નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારૂક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન છે. આ વાત તેમણે જણાવ્યું કે બધા જ ધર્મના લોકોને દેશમાં એક સમ્માન જીવવાનો અધિકાર છે.

By

Published : Feb 14, 2019, 3:20 PM IST

સ્પોટ ફોટો

અબ્દુલ્લાએ વિપક્ષની રેલીમાં કહ્યું કે વડાપ્રધાનને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા જોઇએ. કેમ કે લોકતંત્ર અને બંધારણીય મૂલ્યો માટે ખતરા સમાન છે.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ CMએ કહ્યું કે,"જ્યાં સુધી દિલ ચોખ્ખા ન હોય ત્યાં સુધી, તેને સહેલાઇથી દુર કરી શકાય નહીં. જો દેશને બચાવવા માંગો છો. તો પહેલા આપણે કુર્બાની આપવાની જરૂરત છે.

અબ્દુલ્લાએ કહ્યું કે,"આજે હિન્દુઓ અને મુસલમાનો વિભાજિત થયેલા છે. હું હિન્દુઓને પૂછવા માગુ છું કે રામ માત્ર તમારા જ રામ છે ? ગ્રંથો માં લખ્યું છે કે રામ પૂરી દુનિયાના ભગવાન છે. તે બધા ના ભગવાન છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે દેશમાં બધા ધર્મના લોકોને જીવવાનો સમાન અધિકાર છે. હિન્દુ, મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી બધા જ ભાઇઓ છે.


ABOUT THE AUTHOR

...view details