હૈદરાબાદ: ભારતના કૃષિ ક્ષેત્રમાં સુધારા સાથેના ત્રણ કાયદા 2020ના વર્ષમાં ભારતની સંસદે પસાર કર્યા, પણ તેનાથી ભારે વિવાદો જાગ્યા છે. એક તરફ કોરોના સંકટ વચ્ચે દેશ ઘેરાયેલો હતો ત્યારે જ સરકારે ત્રણ કાયદા ફટાફટ પસાર કરી નાખ્યા. ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ ઍક્ટ, ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યોરન્સ ઍક્ટ અને ઇસેશ્યિલ કોમોડિટીઝ (એમેન્ડમેન્ટ) ઍક્ટ - આ ત્રણેય કાયદા ખેડૂતો સાથે કે વિપક્ષ સાથે ચર્ચા કર્યા વિના જ પસાર કરી દેવાયા, તેની સામે હવે આંદોલન જાગ્યું છે.
કોરોના મહામારીનો માર ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટર પર પડ્યો છે. માત્ર કૃષિ સારા ચોમાસાને કારણે સારી સ્થિતિમાં હતું, પરંતુ કેન્દ્ર સરકારે હવે તેને પણ મૂડીવાદીઓ અને ખાનગી કંપનીઓના હવાલે કરી દીધું છે. આ કાયદાનો વિરોધ રાજ્ય સરકારો પણ કર્યો છે અને કેટલાકે તેની વિરુદ્ધમાં પોતાના કાયદા પસાર કરી લીધા છે. તેના કારણે દેશની સંઘીય વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.
નાના અને સીમાંત ખેડૂતોના ભોગે સરકાર સ્થાપિત હિતો અને કોર્પોરેટ કંપનીઓને ફાયદો થાય તે રતે ફેરફારો કરી રહી છે તેનાથી સમાજના બધા વર્ગોમાંથી વિરોધ જાગ્યો છે. આ કાયદાઓ વિશે કોઈ જનમત મેળવ્યા વિના કે રાજ્ય સરકારો સાથે ચર્ચા કર્યા વિના જ પસાર કરી દેવાયા છે. દેશમાં કૃષિ ઉત્પાદનોના પ્રોસેસ, સંગ્રહ અને વેચાણ માટે કોઈ પૂરતી વ્યવસ્થા નથી. કૃષિમાં વેચાણ અને વિતરણની પ્રક્રિયા બહુ મુશ્કેલ બની રહી છે.
ખેડૂતો પોતાના જ પાકની એમઆરપી, મહત્તમ વેચાણ કિંમત નક્કી કરી શકતા નથી. તેમના પાકનો લઘુત્તમ ટેકાનો ભાવ એટલે કે એમએસપી સરકાર નક્કી કરતી હોય છે. જોકે તેનાથી ખેડૂતોનું કંઈ વળતું નથી. અત્યાર એ જરૂરી છે કે સરકાર કૃષિ ઉત્પાદનો વેચાણ અને વિતરણ માટે સારી વ્યવસ્થા કરે અને એમએસપી પણ વધારી આપે જેથી ખેડૂતોને રાહત મળે. તેના બદલે સરકારે કાયદા કરીને ખેડૂતોના હિતોનું રક્ષણ થતું હતું તે કાયદાકીય જોગવાઈઓ પણ રદ કરી નાખી છે.
ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ ઍક્ટને કારણે એપીએમસી (એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટીઝ) પર રાજ્ય સરકારોનું કોઈ નિયંત્રણ નહિ રહે. તેમાંથી મંડીને અને સરકારને થતી આવક પણ બંધ થઈ જશે. પરિણામે વર્તમાન સરકારી કે સહકારી એપીએમસી ચલાવવી નાણાંના અભાવે મુશ્કેલ બની જશે. નવી પદ્ધતિમાં વેપારીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓ કબજો જમાવશે અને સરકારી નિયંત્રણના અભાવમાં પોતાનો સિક્કો જમાવી દેશે.
એપીએમસીની બહાર ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવો મળશે તેની કોઈ ખાતરી રહી નથી. ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ ઍક્ટ હેઠળ ખેડૂતો સાથે ખાનગી કંપનીઓ અને કોર્પોરેટ કરાર કરી શકશે. કંપનીઓ પોતાને જે પાકની જરૂર હોય તે ઉગાડવા માટે ભાવ નક્કી કરીને ખેડૂત સાથે કરાર કરી શકશે. અહીં સમજવાની વાત એ છે કે 85 ખેડૂતો નાના અને સીમાંત છે. તેમની પાસે એવી ક્ષમતા નથી કે શક્તિશાળી કંપનીઓ સાથે વાટાઘાટ કરીને પોતાને ફાયદો થાય તેવી ડીલ કરી શકે.
મુક્ત બજારનો નિયમ છે કે બે સરખા સ્પર્ધક હોય ત્યારે અર્થતંત્રને ફાયદો થાય. જો તેમની વચ્ચે સમાનતા ના હોય ત્યારે મજબૂત હરિફ હોય તે ફાવી જાય અને પોતાના હરિફ અને જારને પોતાની રીતે હંફાવે.