ન્યૂઝ ડેસ્કઃ ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાલાસુબ્રહ્મણ્યમનો કોરોના રિપોર્ટ થોડા દિવસો પહેલા નેગેટિવ આવ્યો હતો. તેમના પુત્ર એસ.પી. ચરણે પણ આ અંગે એક ટ્વિટ કર્યું હતું, પરંતુ ગુરુવાર રાતથી તેમની તબિયત કથળી હતી. PM મોદીએ ટ્વીટ કરી બાલાસુબ્રમણ્યમને શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ - કોરોનાથી સંક્રમિત
પ્રખ્યાત ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું કોરોનાને કારણે મૃત્યું થયું છે. બુધવાર રાત્રે તેમની તબિયત કથળી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સરવાર દરમિયાન ગુરુવારે તેમનું નિધન થયું હતું. આ સમાચારની પૃષ્ઠી તેમના પુત્ર દ્વારા કરવામાં આવી હતી. PM મોદીએ ટ્વીટ કરી બાલાસુબ્રમણ્યમને શ્રદ્ધાંજલિ આપી હતી.
હોસ્પિટલમાં દાખલ બાલાસુબ્રમણ્યમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમનું શુક્રવારના રોજ નિધન થયું છે. આ સમાચારની પૃષ્ઠી તેમના પુત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમની ચિરવિદાયથી બાલાસુબ્રમણ્યમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય કે, એસ.પી. બાલાસુબ્રમણ્યમ કોરોનાથી સંક્રમિત થયા હતા. જે કારણે દેશ અને દુનિયામાં રહેલા તેમના પ્રસંશકો દ્વારા તેમના સારા સ્વાસ્થ માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી રહી હતી. તેમની પત્ની સાવિત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.