ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીલંકા હુમલોઃ રાજકારણીઓ, સેલિબ્રિટિઝથી લઈ વિશ્વની હસ્તીઓએ કર્યુ દુઃખ વ્યક્ત

ન્યુઝ ડેસ્ક: શ્રીલંકામાં રવિવારે થયેલા હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે વિશ્વની મહાન હસ્તિઓ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કરી ત્વરિત કાર્યવાહી અને શાંતિ રાખવાની અપિલ કરી રહ્યાં છે. શ્રીલંકામાં આઠ બોમ્બ ધડાકામાં અનેક વિદેશીઓ સહિત આશરે 160 લોકોના મોત થયાં છે. જો કે હજી સુધી હુમલા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી, તો ન તો કોઈએ આ અંગે કોઈ જવાબદારી લીધી છે. પરંતુ દેશ વિદેશમાંથી અનેક હસ્તિઓ ટ્વિટ કરી દુઃખ વ્યકત કરી રહી છે.

By

Published : Apr 22, 2019, 9:32 AM IST

Updated : Apr 22, 2019, 10:31 AM IST

શ્રીલંકામાં હુમલો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે " હું આંતકવાદીના આ કૃત્યની નિંદા કરુ છું. પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના દાખવું છું. મારી પ્રાર્થના છે કે ઈજાગ્રસ્ત લોકો જલ્દીજ સારા થાય...."

રાહુલ ગાંધી

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું કે, શ્રીલંકા તરફથી મળેલી ચિંતાજનક ખબરથી દુઃખી અને સ્તબ્ધ છું.

મમતા બેનર્જી

તો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ બર્બર આંતકી હુમલાની નિંદા કરી છે. તેમણે ટ્વિટ કર્યુ કે, શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરુ છું. આ દુઃખદ સમયમાં પાકિસ્તાન શ્રીલંકાના ભાઈઓ બહેનો સાથે છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન

પોપ ફ્રાંસિસે દુઃખ દર્શાવતા કહ્યું હતું કે, આ હુમલામાં શિકાર બનેલા તમામ ઈસાઈ સમુદાયના લોકો તથા આ પ્રકારની હિંસાનો ભોગ બનતા લોકો માટે સંવેદના વ્યક્ત કરુ છુ.

બ્રિટિશના વડાપ્રધાન થેરેસાએ ટ્વિટ કર્યુ કે, શ્રીલંકામાં ચર્ચ અન ેહોટલો પર થયેલો વિસ્ફોટ ભયાનક છે. પીડિતો લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરુ છુ.

બ્રિટિશના વડાપ્રધાન થેરેસા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ હુમલાને લઈ સહકાર અને સંવેદના દર્શાવતા કહ્યું કે, મોસ્કો આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં શ્રીલંકાનની સાથે રહેશે.

આ ઉપરાંત પાકિસ્તાની અભિનેતા ગાયક અલી જફર, અમેરિકી પૉપ સિંગર મારિયા કૈરી, કમલ હસન, અભિષેક બચ્ચન, આર માધવન, અર્જુન કપૂર, પરિણીતી ચોપરા, અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, ઉર્મિલા માતંડકર, પ્રકાશ રાજ, વિકી કૌશલ, સ્વરા ભાસ્કર, બોમન ઇરાની, દક્ષિણ ભારતીય અભિનેતા સિદ્ધાર્થ અને ટીવી અભિનેતા કરણ ટેકર સહિતના ઘણા લોકોએ આ હુમલાની નિંદા કરી શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

Last Updated : Apr 22, 2019, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details