ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી ઉમેદવારોનો નિર્ણય સંસદીય બોર્ડે કર્યો: ફડણવીસ - અધ્યક્ષ શરદ પવાર

મુંબઇ: મહારાષ્ટ્રના ભૂતપુર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેટલાક પ્રધાનો ઉપરાંત પક્ષના નેતાઓને ચૂંટણીમાં ટિકીટ ન મળવાની વાતને લઇને નિવેદન આપ્યુ હતું. તેઓએ કહ્યું કે, તે નિર્ણય કેન્દ્રીય સંસદીય બોર્ડનો હતો. સાથે જ કહ્યું કે, ઓક્ટોબરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જાહેર કરેલા ઉમેદવારના સંબંધમાં પ્રદેશ ભાજપા સંગઠને કોઇ નિર્ણય લીધો નથી.

ચૂંટણી ઉમેદવારોનો નિર્ણય સંસદીય બોર્ડે લીધો: ફડણવીસ
ચૂંટણી ઉમેદવારોનો નિર્ણય સંસદીય બોર્ડે લીધો: ફડણવીસ

By

Published : Dec 10, 2019, 1:31 PM IST

ઉલ્લેખનિય છે કે, સંસદીય બોર્ડએ ભાજપનું નિર્ણાયક મંડળ છે.

વિનોદ તાવડે, ચંદ્રશેખર બાવનકુલે અને પ્રકાશ મહેતા જેવા ભૂતપૂર્વ પ્રધાનોને ટિકીટ ન દેવા પર ફટણવીસ સરકારને વખોડી હતી.

કેટલાક તજજ્ઞોનું માનવુ છે કે, આ નિર્ણયને લઇ ભાજપને કેટલીક બેઠકોનું નુકસાન થયું છે. ભાજપને 2014માં 122 બેઠક મળી હતી, જ્યારે 2019માં તે ઘટીને 105 થઇ ગઇ હતી.

ફડણવીસે સ્વીકાર કર્યો કે, વિદર્ભના પ્રમુખ નેતા બાવનકુલેને ટિકીટ ન દેવા પર તે વિસ્તારમાં પક્ષને નુકસાન પહોંચ્યું હતું.

જ્યારે, તેઓએ પણ આરોપ મુક્યો છે કે, NCP અધ્યક્ષ શરદ પવાર તેના વિરૂદ્ધ જાતિ કાર્ડ રમ્યા અને દરેક સમયે તેના વિરૂદ્ધ આક્ષેપ પણ લગાવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details