હકીકતમાં સોશિયલ મીડિયાની પ્રખ્યાત કંપની ફેસબુકે આ અંગે કહ્યું હતું કે, અમે ભૂલથી બ્લોગ પોસ્ટમાં કાશ્મીરને અલગ દેશ તરીકે દર્શાવ્યો હતો. ફેસબુકે કહ્યું હતું કે, ઈરાની નેટવર્કના કારણે આવું બન્યું હતું.
ફેસબુકે કાશ્મીરને અલગ દેશ તરીકે દર્શાવ્યો, બાદમાં માફી માંગી સુધારો કર્યો - facebook
નવી દિલ્હી: ફેસબુકે બુધવારના રોજ એક બ્લોગ પોસ્ટમાં કાશ્મીરને ભૂલથી અલગ દેશ તરીકે દર્શાવ્યો હતો. જો કે, બાદમાં ભૂલ સમજાતા માફી માંગી સુધારો કરી લીધો હતો.
પ્રતિકાત્મક ફોટો
ફેસબુકે વધુમાં જણાવ્યું કે, જવાબદાર લોકએ પોતાની ઓળખ છૂપાવાની કોશિશ કરી હતી પણ અમે તેનું પગેરુ શોધી લીધું છે. જાણવા મળ્યું છે કે, ઈરાની નેટવર્ક દ્વારા આવું બન્યું હતું.