ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BSNL અને MTNLને પુનઃ જીવિત કરવાની જરૂર: અર્થશાસ્ત્રી શરદ કોહલી - શરદ કોહલી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે  BSNL અને MTNLને મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. બંન્ને કંપનીને જીવંત રાખવા માટે સરકારે મર્જ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ અર્થશાસ્ત્રી શરદ કોહલીએ કહ્યું કે, BSNL અને MTNLને પુનઃજીવિત કરવાની ખાસ જરૂર છે.

expert opinion on mtnl bsnl merger

By

Published : Nov 12, 2019, 2:40 PM IST

અર્થશાસ્ત્રી શરદ કોહલીએ સરકાર દ્વારા ભારતીય દુર સંચાર નિગમ અને ટેલીકોમ નિગમ લિમિટેડને મર્જ કરવાના નિર્ણય પર જોર આપતા કહ્યું કે, BSNL અને MTNLને ફરી જીવંત કરવાની જરૂર છે. બંન્ને સંસ્થા જો યુવાઓની પ્રતિભા અને નવી માર્કેટિંગ અને કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીનો ઉપયોગ નહીં કરે તો સરકારના પૈસા વેડફાઈ જશે.

જ્યારે ખાનગી ટેલીકોમે કારોબારમાં પગપેસરો કર્યો, BSNL અને MTNLએ સમય સાથે કામ કરવાની રીતમાં બદલાવ ન કરવાના કારણે કંપની પાછળ રહી ગઈ છે. જો કંપની ખાનગી ટેલીકોમ જેમ સસ્તા પ્લાન અને વેલ્યું એડેડ સુવિધા આપે, તો લોકો BSNL અને MTNLને પસંદ કરશે.

બંન્ને જાહેર સાહસના એકમોને વ્યાપારિક ફાયદો મળ્યો નથી. પરંતુ તેમને પોતાના ખર્ચનાં મોડેલમાં કોઈ બદલાવ કર્યો નથી.

તાજેતરમાં કેબિનેટ મંત્રાલયની એક બેઠક થઈ હતી. જેમાં બંન્ને જાહેર સાહસના એકમો એક કરવાની જાહેરાત કરી છે. બંન્ને કંપનીને જીવંત રાખવા માટે સરકારે કરવા પ્રયત્નો કરી રહી છે.

29.93 કરોડ રૂપિયા સરકાર આ કંપનીમાં રોકાણ કરશે. MTNL BSNLની સહાયક કંપની તરીકે કામ કરશે. સરકાર BSNL અને MTNL બે કંપનીઓને 4જી સ્પેક્ટ્રમ 2016ના ભાવમાં આપવામાં આવશે. સરકારે આ બંન્ને ટેલીકોમ કંપનીમાં VRS પેકેજની જાહેરાત કરી.

આ પેકેજ અંતર્ગત જો કોઈ કર્મચારી સાડા 53 વર્ષ અથવા તેથી વધુ ઉંમરે VRS માટે અરજી કરે તો, તેને 60 વર્ષની ઉંમર સુધી પગાર, પેન્શન અને ગ્રેચ્યુટીના 125 ટકા પરિશ્રમિક આપવામાં આવશે. કોહલીએ કહ્યું કે, મારા માનવા અનુસાર મોટા ભાગના કર્મચારીઓ VRS પસંદ કરશે. કેમ કે આ વિકલ્પ પસંદ કરશે. બજારમાં નવી શરૂઆત કર્યા વગર જ નાણાકિય સહાય પ્રાપ્ત થાય છે.

ABOUT THE AUTHOR

...view details