ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદીની રેલી અગાઉ ગુવાહાટીના રસ્તાઓ પર નિર્વસ્ત્ર પ્રદર્શન - RALLY

ગુવાહાટી : અસમમાં શનિવારે ફરી એકવાર નિર્વસ્ત્ર પ્રદર્શન જોવા મળ્યું હતું. 6 લોકોના એક સમૂહે દિસપુરમાં રાજ્ય સચિવાલયની સામે નિર્વસ્ત્ર માર્ચ કાઢી અને નાગરિકતા બીલ વિરૂદ્ધમાં નારા લગાવ્યા હતાં. આ ઘટના દિસપુરથી 50 કિમી. દૂર ચાગસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા પહેલા થઈ હતી. વડાપ્રધાન ચાગસરીમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનો પાયો નાખવા સહિત અનેક વિકાસની યોજનાઓનું ઉદ્ધાટન કરવા ત્યાં પહોંચ્યા હતાં.

સ્પોર્ટ ફોટો

By

Published : Feb 10, 2019, 11:22 AM IST

પોલીસે આ અંગે જણાવ્યું કે, 6 લોકો ગુવાહાટી-શિલોન્ગ રસ્તા પર નિર્વસ્ત્ર થઇને માર્ચ કાઢી હતી, જેને સચિવાલય નજીક પોલીસ કર્મચારીઓએ કસ્ટડીમાં લીધા હતા. આંદોલનકારીની આ ઓળખ KMSSના સભ્યના રૂપે થઇ હતી. આ સંગઠન નાગરિકતા બીલ 2016નો વિરોધ કરી રહ્યો છે.

આ પહેલા 1 ફેબ્રુઆરીએ દિસપુરમાં

RALLY
હાઈ સુરક્ષા સાથે જનતા ભવનની સામે બીલના વિરોધમાં 3 લોકોએ નિર્વસ્ત્ર થઈ વિરોધ કર્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details