ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉનના ફસાયેલા લોકો ઘરે પહોંચવા હજારો કિલોમીટર ચાલ્યા - Example of livelihood

કોરોનાના કારણે દેશમાં લોકડાઉન છે ત્યારે દેશમાં હજારો કામદારો ફયાયેલા છે. વાહન વ્યવહાર બંધ હોવાને કારણે લોકો તેમના ઘરે પાછા ફરી શક્યા નથા. ત્યારે આજિજ આકર નામનો મજદુર પોતાના ઘરે જવા માટે ચાલીને જ નીકરી ગયા હતા.

આજીવિકાનું ઉદાહરણઃ લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ છે ત્યારે એક વ્યક્તિ 1000 કી.મી ચાલીને પહોંચ્યો ઘરે
આજીવિકાનું ઉદાહરણઃ લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ છે ત્યારે એક વ્યક્તિ 1000 કી.મી ચાલીને પહોંચ્યો ઘરે

By

Published : Apr 22, 2020, 6:32 PM IST

બેંગ્લોરઃ કોરોના લોકડાઉનના કારણે હજારો કામદારો દેશભરમાં ફંસાયેલા છે. વાહન વ્યવહાર બંધ હોવાને કારણે તેઓ તેના ઘરે પહોંચી શક્યા નથી. ત્યારે હજારો એવા પણ મજૂરો છે કે જેઓ વાહન વ્યવહાર બંધ હોવાના કારણે ચાલીને જ પોતાના ઘરે જઇ રહ્યાં છે. આવો જ કઇક બનાવ અસમના નોગાંવ જિલ્લામાંથી તેમજ કર્ણાટક વિજયપુરાથી સામે આવ્યા છે. જ્યા લોકો સેંકડો કિલોમીટર સુધી ચાલીને તેમના ઘરે પહોચ્યા છે.

અસમના નૌગાંવ જિલ્લામાં રહેનાર જાદવ બોરા નામના વ્યક્તિએ દમણથી 1000 કિલોમીટર ચાલીને સોમવારે પોતાના ઘરે પહોચ્યો હતો. જ્યા તેને મેડિકલ જાંચ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનની ઘોષણા બાદ જાદવ બોરા દમણથી પોતાના ઘર સુધી ચાલીને જતો હતો. ત્યારે તે દમણથી એક ટ્રકમાં બેસવામાં કાબયાબ થયો હતો. અને એ ટ્રકના કારણે તે 27 માર્ચે જ બિહાર પહોંચી ગયો હતો. પરંતુ બિહારમાં વાહન વ્યવહારના અવર જવર પર પ્રતિબંધ હોવાને કારણે તેને ત્યાથી પોતાના ઘર સુધી ચાલીને જ જવાની ફરજ પડી હતી. જેથી જાદવે બિહાર થી નૌગાંવ જિલ્લાના આહતગુરી સુધી ચાલીને જ યાત્રા કરી હતી.

તેમજ બેંગ્લોરની એક ખાનગી કંપનીનો એક કર્મચારી મલ્લિકાર્જુન ગુરુમઠે બેંગ્લોરથી પોતાના ઘર વિજયાપુર જવાની કોશીશ કરી છે. તે લગભગ 400 કિલોમટર ચાલીને ગદગ જિલ્લાના મુંદરગી શહેરમાં પહોચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details