મીડિયા સાથેની વાતચીતમાં બળદેવે નિવેદન આપ્યુ હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ અને બહુમતીઓ પણ પરેશાન છે.
પાકિસ્તાનમાં માત્ર હિંદુ જ નહીં મુસ્લિમો ઉપર પણ અત્યાચાર: પાકના પૂર્વ ધારાસભ્ય - ભારત
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના પૂર્વ ધારાસભ્ય બળદેવ કુમારસિંહ પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા છે. તેમણે નિવેદન આપતા કહ્યું છે કે, પાકિસ્તાનમાં માત્ર હિંદુઓ જ નહીં મુસ્લિમો ઉપર પણ અત્યાચાર થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં માત્ર હિંદુ જ નહીં મુસ્લિમો ઉપર પણ અત્યાચાર- પાકના પૂર્વ ધારાસભ્ય
તેમણે ભારત પાસે મદદ માગી છે. ભારત સરકાર તેમને શરણ આપે તેવી વિનંતી કરી છે.
બળદેવ કુમારસિંહ પાકિસ્તાનના ખૈબર પખ્તૂન ખા પ્રાંતના બારીકોટની અનામત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હાલ તેઓ ભારતમાં છે.