વારંવાર પક્ષ પલ્ટો કરવામાં માહેર કરતાર સિંહ આ વખતે હવે ભાજપમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસના નેતા અવતાર સિંહના ભાઈ છે. આ પરિવારનો ગુર્જર સમાજમાં ખાસ્સો પ્રભાવ છે.
હરિયાણા ચૂંટણી: વારંવાર પક્ષ પલ્ટો કરતા બસપાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા - બસપાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા
ચંડીગઢ: હરિયાણાના રહેવાસી અને ગુર્જર નેતા તથા પૂર્વ ધારાસભ્ય કરતાર સિંહ ભડાના બહુજન સમાજ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે. બરાબર ચૂંટણી ટાણે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ex bsp mla joine bjp
કરતાર સિંહ ભડાણા બે વાર હરિયાણા અને એક વાર ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. પાર્ટીમાં ભડાણાને સામેલ કરતી વેળાએ ભાજપ મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું કે, અલગ અલગ પાર્ટીના નેતાઓ મોદી અને અમિત શાહથી પ્રભાવિત થઈ રહ્યા છે.