નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદને લઈને રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ રવિવારે ફરી એકવાર ટ્વિટ કરીને ચીન સાથે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા તણાવ અંગે જણાવ્યું હતું. ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, "દેશના દરેક નાગરિકને ભારતીય સૈન્યની ક્ષમતા અને બહાદુરી પર વિશ્વાસ છે, સિવાય કે વડા પ્રધાન... જેમની કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની છૂટ આપી. જેમના જૂઠ્ઠાણાથી એ સુનિશ્ચિત થઈ ગયું કે, ચીન તેનો કબજો જાળવી રાખશે."