પદ્મશ્રી ખેડૂત વલ્લભભાઈની ETV સાથે ખાસ વાતચીત - president
જૂનાગઢ: ખેતી ક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે ખામધ્રોળના ખેડૂત વલ્લભભાઈ મારવાણિયાને પદ્મશ્રી એવોર્ડથી રાષ્ટ્રપતિ દ્વારા નવાજવામાં આવ્યાં હતાં. જૂનાગઢ જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે. ખેડૂતો તેમની કોઠાસૂઝને લઈને આજ દિન સુધી ખેતી કરતા આવ્યાં છે, ત્યારે જિલ્લામાં ખેતીના ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે.
file photos
આ એવોર્ડ લઈને પરત જૂનાગઢ આવેલા વલ્લભભાઈએ ખેડૂતોને કોઠાસુજની સાથે આધુનિક ખેતી કરવા પર ભાર મુકવા કહ્યું છે. ખેડૂત ધારે તો કંઈ પણ કરી શકે. આ માટે દેશના ખેડૂતોને વલ્લભાઈએ પોતાની શક્તિનો પરિચય આપીને સાચા અર્થમાં જગતનો તાત બનીને દેશ સેવામાં આગળ આવે તેવી વાત કરી છે. ખેતી ક્ષેત્રમાં મળેલા પદ્મશ્રી એવોર્ડને લઈને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર માન્યો હતો.