શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામના હાજીપુરા વિસ્તારમાં આતંકવાદીઓ આવ્યા હોવાની બાતમી મળતા સુરક્ષા દળોએ હાઝીપુરા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન તે વિસ્તારની ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. એન્કાઉન્ટરમાં 2 આંતકવાદીઓ ઠાર મરાયા છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર મરાયા - બે આતંકીઓ હોવાની બાતમી મળી
જમ્મુ-કાશ્મીરના કુલગામના હાજીપુરા વિસ્તારમાં આતંકવાદીઓ આવ્યા હોવાની બાતમી મળતા સુરક્ષા દળોએ હાઝીપુરા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન તે વિસ્તારની ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, બે આતંકીઓ હોવાની બાતમી મળી
અહેવાલો અનુસાર આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ હાઝીપુરા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ. ત્યારબાદ સુરક્ષા જવાનોએ કાર્યવાહી શરૂ કરી હતી. સેનાની જવાબી કાર્યવાહીમાં 2 આતંકી ઠાર મરાયા છે.