શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રણબીરગઢમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ છે. કાશ્મીર ઝોન પોલીસ અનુસાર આ એન્કાઉન્ટર શ્રીનગરના બાહરી વિસ્તારમાં થઇ રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરઃ રણબીરગઢમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ - એન્કાઉન્ટર
કાશ્મીર ઝોન પોલીસ અનુસાર સેનાએ આતંકીઓનો ઘેરાવો કર્યો છે. બંને તરફથી ગોળીબાર શરૂ છે. આ એન્કાઉન્ટર રણબીરગઢ વિસ્તારમાં શરૂ છે.
Jammu Kashmir Encounter
સેનાએ આતંકીઓનો ઘેરાવો કર્યો છે. જો કે, બંને તરફથી ગોળીબાર શરૂ છે. સેનાને મળેલી ગુપ્ત માહિતી અનુસાર તેમણે શ્રીનગરના બાહરના વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી.
જે બાદ સુરક્ષાબળોએ રણબીરગઢ પહોંચીને છૂપાયેલા આતંકીઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ ઘટનાની વિસ્તૃત જાણકારી હજૂ મળવાની બાકી છે.