ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીનગરમાં આતંકીઓની સાથે અથડામણમાં પોલીસકર્મી અને CRPF જવાન ઇજાગ્રસ્ત - જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર

આતંકવાદીઓની સાથે અથડામણ દરમિયાન શ્રીનગરના નવાદાકલા ક્ષેત્રમાં સુરક્ષા બળોના બે જવાન મંગળવારે ઇજાગ્રસ્ત થયા હતા.

Etv Bharat, Gujarati News, Jammu Kashmir
Jammu Kashmir

By

Published : May 19, 2020, 12:45 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે, સુકક્ષા બળો દ્વારા શ્રીનગરના નવાદાકલા ક્ષેત્રમાં આતંકીઓની ઉપસ્થિતિ વિશે જાણકારી મળી હતી. જે બાદ સુરક્ષા બળે તપાસી અભિયાન ચલાવ્યું હતું, જે બાદ અથડામ શરુ થઇ હતી.

પોલીસે કહ્યું કે, CRPFના એક જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાન આતંકીઓના ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ અથડામણમાં મંગળવારે લગભગ 2 કલાકે શરુ થયેલી અથડામણ અને તે બાદ લગભગ પાંચ કલાક સુધી ગોળીબારી ચાલી હતી. તેમણે કહ્યું કે, મંગળવારે સવારે 8 કલાકે આંતકીઓની સાથે એક તાજા અથડામણ થઇ હતી.

અધિકારીએ કહ્યું કે, શહેરમાં બીએસનએલ પોસ્ટપેડને છોડીને મોબાઇલ ઇન્ટરનેટ અને મોબાઇલ ટેલિફોન સેવાઓ બંધ કરી હતી.

આ પહેલા કાશ્મીર ઝોન પોલીસે પોતાના આધિકારીક ટ્વીટ હેન્ડર પર કહ્યું કે, શ્રીનગરના કનેમાઝર નવાદાકલા ક્ષેત્રમાં એન્કાઉન્ટર શરુ થયું હતું. JKP અને CRPF કાર્યવાહી કરી રહ્યા છે અને વિસ્તૃત જાણકારી આપશે.

મળતી માહિતી મુજબ પોલીસે કહ્યું કે, અથડામણ શરુ છે.

ABOUT THE AUTHOR

...view details