ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢઃ એન્કાઉન્ટરમાં સબ ઇન્સપેક્ટ શહીદ, 4 નક્સલી ઠાર - છત્તીસગઢમાં આતંકી હુમલો

રાજનાંદગાંવના મદનવારા વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબારી થઈ હતી. જેમાં 4 સૈનિકો ગોળી વાગી હોવાની આશંકા છે. એડિશનલ એસપી ગોરખનાથ બઘેલે નક્સલીઓ અને પોલીસ વચ્ચે થયેલા એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. જો કે, સૈનિકોના ગાયબ થવાની પુષ્ટિ થઈ નથી.

CHHATTISGARH
CHHATTISGARH

By

Published : May 9, 2020, 8:45 AM IST

Updated : May 9, 2020, 9:37 AM IST

રાજનાંદગાંવ:રાજનાંદગાંવ: માનપુરના નક્સલ પ્રભાવિત વિસ્તારના જંગલમાં શોધખોળ કરવા ગયેલી ટીમમાં નક્સલવાદીઓએ અચાનક હુમલો કર્યો. આ હુમલામાં મદનવારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્યામ કિશોર શર્માનું મોત નીપજ્યું છે. આ સાથે જ એન્કાઉન્ટરમાં પોલીસ સર્ચ પાર્ટી દ્વારા 4 નક્સલવાદીઓને પણ માર્યા ગયા છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ બનાવમાંથી પોલીસે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. એડિશનલ એસપી ગોરખનાથ બઘેલે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે થયેલા એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

પોલીસે ચારેય નક્સલવાદીઓના મૃતદેહને તેમની કબજેમાં લઇ લીધા છે. ઝડપાયેલા હથિયારોમાં એકે-47 રાઇફલ, એક એસએલઆર અને બે 315 બોર હથિયારો સામેલ છે.

મળતી માહિતી મુજબ, મદનવાડા પોલીસ સ્ટેશનના પ્રભારી શ્યામ કિશોર શર્મા સર્ચ પાર્ટી સાથે બહાર હતા. આ દરમિયાન ઓચિંતો બેઠેલા નક્સલીઓએ અચાનક તેની ઉપર હુમલો કર્યો. સ્ટેશન પ્રભારી શ્યામ કિશોર શર્માએ નક્સલવાદીઓ સાથે ઉગ્ર લડત આપી હતી અને ચાર નક્સલીઓને મારી નાખ્યા હતા.આ દરમિયાનમાં તેના પેટમાં ગોળીના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

ચાર નક્સલી કરાયા ઠાર

મોડી રાત સુધી પોલીસે આ ઘટના અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ ઘટના બાદ એસપી જિતેન્દ્ર શુક્લ સ્થળ ઉપર અને જ્યારે વધારાના એસપી ગોરખનાથ બઘેલ પહોંચ્યા ત્યારે પોલીસની સર્ચ પાર્ટીએ ચાર નક્સલીઓને મારી નાખ્યા હતા.

આ કેસની પુષ્ટિ કરતાં તેઓ કહે છે કે નક્સલવાદીઓ સાથેની એન્કાઉન્ટર દરમિયાન પોલીસને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને મદનવારા પોલીસ સ્ટેશનના પ્રભારી શ્યામ કિશોર શર્માનું મોત નીપજ્યું છે.

Last Updated : May 9, 2020, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details