પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે, કારમાં સવાર નકાબધારી અતંકીઓએ અનંતનાગના કે.પી. રોડ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને CRPF પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ અને 3 જવાન ઘાયલ થયા છે. આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, 5 જવાન શહીદ, 1 આતંકી ઠાર - Kashmir
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે થયેલા આતંકી હુમલામાં CRPFના 5 જવાન શહીદ અને 3 જવાન ઘાયલ થયા છે. આ ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થયો છે.
JK
અનંતનાગમાં થયેલા આ હુમલાની જવાબદારી અલ-ઉમર સંગઠન દ્વારા લેવામાં આવી છે.