વિમાનમાં સવાર એક યાત્રીના અનુસાર સિંગાપુરથી આવતા વિમાન એ 380-800ના ટાયરમાં અવાજની સમસ્યા હતી અને તેને ટર્મિનલ સુધી લઈ જવાયા બાદમાં વિમાનને રનવેથી પાર્કિગ સ્ટૈંડ સુધી લઈ જવામાં આવ્યું હતું.
સિંગાપુર એરલાઈન્સના વિમાનનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિગ - singapore
નવી દિલ્હીઃ 228 યાત્રીયોને લઈને આવતા સિંગાપુર એયરલાઈન્સ વિમાનને ઈમરજન્સીમાં દિલ્હી એરપોર્ટ પર ઉતારાયું હતું. અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા જણાવ્યું હતું કે વિમાનના ટાયરમાં અવાજ આવતા વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાવું પડ્યું હતું.
ફાઈલ ફોટો
એરપોર્ટ અધિકારીયોએ જણાવ્યું હતું કે, વિમાન રાત્રે 8.20 કલાકે રનવે પર ઉતર્યું હતું જેને 8.38 સુધીમાં હટાવી લેવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે વિમાનમાં 228 લોકો સવાર હતા.