મુંબઇ: મુંબઇ ટાઉનશિવમાં વીજળી પહોંચાડતી કંપની બેસ્ટે જણાવ્યું કે, શહેરમાં વીજળી પૂરો પાડતા પ્લાન્ટની ગ્રીડ ફેલ થઇ ગઈ છે. જેના કારણે પૂર્વ, પશ્ચિમ, ઉપનગર અને થાણેના અમુક ભાગોમાં વીજળી ખોવાઈ ગઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઇમાં કલાકો સુધી વીજળી ગુલ, લોકલ ટ્રેન સેવા અઢી કલાક બાદ શરૂ - મુંબઇના સમાચાર
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ મેટ્રોપોલિટન વિસ્તારમાં ગ્રીડ ફેલ થતા શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ દ્વારા માહીતી અપાઇ છે કે, ટાટા તરફથી આવતો વીજ પુરવઠો ફેલ થવાના પગલે મુંબઇમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
mumbai
મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, ગ્રીડ નિષ્ફળતાને કારણે મુંબઇમાં લોકલ ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. વીજ પુરવઠો ક્યારે શરૂ થશે તે હજુ જાણવા મળ્યું નથી. સવારે 10 વાગ્યાથી બાંદ્રા, કોલાબા, માહીમ વિસ્તારમાં વીજળી ગુલ છે.
આ દરમિયાન કોઈ પણ પ્રકારની ઈમરજન્સી ઉભી થાય તો મદદ માટે બૃહન્મુંબઈ કોર્પોરેશને નંબર જાહેર કર્યા છે.
Last Updated : Oct 12, 2020, 1:01 PM IST