ચૂંટણી પંચે વ્યક્ત કરેલી આશંકા મુજબ જોઈએ તો આ વખતે લોકસભા ચૂંટણીમાં પરિણામમાં એક દિવસ વધુ લાગશે કારણ કે, આ લોકસભા ચૂંટણીમાં 5 ગણા વધું વીવીપેટની સરખામણી કરવાની હોય જેને લઈ કામ વધી જશે તેથી એવી આશંકા વ્યક્ત કરી છે કે, આ પરિણામ એક દિવસ મોડું એટલે કે 24 મેના રોજ આવી શકે. જો કે, આ અંગે હજુ ચૂંટણી પંચે આધિકારીક રીતે કોઈ જાહેરાત કરી નથી.
23 મેના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ નહી આવે, VVPATની સરખામણીને કારણે થશે મોડું - election 2019
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પર સમગ્ર દેશવાસીઓની નજર રહેશે. જેને લઈ રાજકીય પાર્ટીઓ તથા નેતાઓ ખાસ તો સામાન્ય નાગરિકોમાં પણ આ વખતે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ જોઈએ તો લોકસભા ચૂંટણીનું પરિણામ આ વખતે 23 મેના રોજ જાહેર થશે તેની જાહેરાત પણ કરી છે.
ians
આપને જણાવી દઈએ કે, આ વખતે 2019 લોકસભા ચૂંટણીમાં કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે જેને લઈ પાંચ તબક્કાના મતદાન તો પૂર્ણ થઈ ગયા છે હવે આગામી છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના રોજ થશે અને છેલ્લું મતદાન 19મેના રોજ હશે.
Last Updated : May 10, 2019, 2:39 PM IST