પાર્ટી પ્રવક્તા નલીન કોહલીએ કહ્યું હતું કે, અમે હેમંત કરકરેનું સન્માન કરીએ છીએ. તેમના બલિદાનનું પાર્ટી ઈજ્જત કરે છે. ભાજપે કહ્યું હતું કે, સાધ્વીના આવા નિવેદન સાથે અમે સહમત નથી.
કોહલીએ કહ્યું હતું કે, બની શકે સાધ્વીનો કરકરે સાથે વ્યક્તિગત અનુભવ કંઈ પણ હોય તેમ છતા પણ ભાજપ સાધ્વીના નિવેદન સાથે સહમત નથી.
મધ્યપ્રદેશ ચૂંટણી પંચે સાધ્વી વિરુદ્ધ ફરિયાદ મળ્યાની ખાતરી આપી છે. જેમાં પ્રજ્ઞા દ્વારા હેમંત કરકરે પર કરવામાં આવેલી ટિપ્પણી પણ સામેલ છે. ચૂંટણી પંચ તેની તપાસ કરશે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સાધ્વીના નિવેદન પર પ્રહારો કર્યા હતા. આ અંગે સુરજેવાલાએ વડાપ્રધાન મોદીને માફી માંગવા પણ કહ્યું છે. કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે, સાધ્વી પ્રજ્ઞા શહિદ હેમંતને રાવણ પણ કહી દીધો હતો. સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપનો દેશદ્રોહી ચહેરો સામે આવી ગયો છે.
આ અગાઉ પણ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર આઈપીએસ એસોસિએશને પણ સાધ્વીના નિવેદનની નિંદા કરી હતી.
આપને જણાવી દઈએ કે, ભાજપે ભોપાલ સંસદીય સીટ પરથી સાધ્વીને ઉમેદવાર બનાવ્યા છે.