ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ,બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરશે - બિહારની ચૂંટણી 2020

ચૂંટણી પંચ શુક્રવારે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આ સિવાય એક લોકસભા બેઠક અને 64 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે, પ્રેસ કોન્ફરન્સ ગૃહમાં નહીં પરંતુ વિજ્ઞાન ભવનમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ,બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.

ચૂંટણી પંચ
ચૂંટણી પંચ

By

Published : Sep 25, 2020, 9:35 AM IST

નવી દિલ્હી : ચૂંટણી પંચ શુક્રવારે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આ સિવાય એક લોકસભા બેઠક અને 64 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ આ વખતે પડકારરૂપ હશે. કોરોના મહામારીના કારણે, પ્રથમ વિધાનસભાની ચૂંટણીઓનો તમામ વિપક્ષી પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી સમયસર યોજાશે, ત્યારે તે બધા તૈયાર થઈ ગયા હતા.

બિહારમાં ચૂંટણી કોરોના મહામારીના વચ્ચે યોજાવા જઇ રહી છે. આયોગે કોવિડ પ્રોટોકોલ મુજબ માર્ગદર્શિકા જાહેર કરી છે. મતદાન મથકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

મતદારોને તમામ મતદાન મથકો પર માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ સાવચેતી રૂપે, દરેક કેન્દ્ર પર માસ્કિંગ, હેન્ડફ્રી સેનિટાઇઝિંગ અને શરીરનું તાપમાન માપન માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details