ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આચારસંહિતા ઉલ્લંઘનને લઈ રાહુલ ગાંધીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

નવી દિલ્હી: ચૂંટણી પંચે ગત રોજ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. રાહુલ ગાંધીએ આદિવાસીઓને લઈ આપેલી ટિપ્પણી પર ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને 48 કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે.

By

Published : May 2, 2019, 5:10 PM IST

file

ચૂંટણી પંચે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલમાં 23 એપ્રિલે એક જનસભામાં સંબોધન કરતા એક નિવેદનમાં કહ્યું હતું કે, હવે નરેન્દ્ર મોદી એક કાયદો બનાવા જઈ રહ્યા છે. આદિવાસીઓ માટે એક કાયદો બનાવ્યો છે, જેમાં એક લાઈનમાં લખ્યું છે કે, આદિવાસીઓ પર હવે હુમલાઓ થશે. તમારી જમીન હડપી લેવામાં આવશે. તમારું જંગલ છીનવી લેવામાં આવશે, તમારુ પાણી પણ છીનવી લેશે.

આ અંગે મધ્યપ્રદેશ ભાજપના નેતા ઓમ પાઠક તથા નીરજ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે.

ABOUT THE AUTHOR

...view details