ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી પંચે કિરણ ખેરને નોટિસ ફટકારી, પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કર્યો - kiran kher

ચંડીગઢ: ચૂંટણી પંચે ચંડીગઢથી ભાજપ ઉમેદવાર કિરણ ખેરને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. આ નોટિસ ટ્વીટર પર તેમનો એક વીડિયો શેર કરવા બદલ આપી છે, જેમાં અમુક બાળકો પ્રચાર કરતા દેખાઈ આવે છે.

twitter

By

Published : May 5, 2019, 2:47 PM IST

ચૂંટણી પંચે કિરણ ખેરને 24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે.

3 મેના રોજ ફટકારેલી નોટિસમાં કહેવાયું છે કે, તમે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તમારી સમર્થનમાં બાળકો પ્રચાર કરી રહ્યા છે.

આ નોટિસમાં એવો પણ સાથે સાથે ઉલ્લેખ કરાયો છે કે, બાળ સંરક્ષણ આયોગે જાન્યુઆરી 2017માં સ્પષ્ટ કર્યું છે કે, રાજકીય પાર્ટીઓ તરફથી કોઈ પણ પ્રકારની ગતિવિધીઓમાં બાળકોને સામેલ કરવા નહીં.

ચંડીગઢમાં લોકસભા ચૂંટણી માટે 19 મેના રોજ મતદાન થવાનું છે.

ABOUT THE AUTHOR

...view details