પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટેનો પ્રચાર આજથી બંધ થશે. આ તબક્કામાં કિશનગંજા, કટિહાર, મેધપુરા દરભંગા અને સમસ્તીપુરા સહિત 15 જિલ્લાના 78 મતાદાર ક્ષેત્રોમાં 7 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. સાથે વાલ્મીકિ નગર સંસદીય બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન 7 નવેમ્બરના રોજ યોજાશે.
ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં બધી પાર્ટીઓએ જોરશોરથી પ્રચાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી સભાઓ સંબોધિત કરી હતી. રાલોસપા અને હિન્દુસ્તાન અવામ મોર્ચા સહિત ડાબેરી પક્ષોના નેતાઓ પણ રેલી, જનસભા અને રોડ શો કર્યો હતો.
બીજા તબક્કામાં અંદાજે 56 ટકા મતદાન થયું
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અંદાજે 56 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્રીજા તબક્કામાં 17 જિલ્લાના 94 મતદારક્ષેત્રોમાં મતદાન કર્યું હતુ. તો મુખ્ય ચૂંટણી અધિકારી એચ આર શ્રીનિવાસે જણાવ્યું કે, આ વખતે મતદાનની ટકાવારી વધી શકે છે.
આ 15 જિલ્લાઓમાં મતદાન યોજાશે