મુંબઇ: મહારાષ્ટ્ર પોલીસના ગુના તપાસ વિભાગ (સીઆઈડી)એ પાલઘરમાં બે સાધુઓ સહિત ત્રણ લોકોને માર મારવાના કેસમાં 18 આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના ગયા મહિને એક ગામમાં બની હતી. તાજેતરની ધરપકડ સાથે આ કેસમાં કુલ ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 134 પર પહોંચી ગઈ છે.
પાલઘર મોબલિંચિંગ: CIDએ 18 આરોપીની કરી ધરપકડ - પાલઘર લિંચિંગ કેસ
ગયા મહિને પાલઘરમાં બે સાધુઓ સહિત ત્રણ લોકોને માર મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે વધુ 18 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં કુલ 134 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સીઆઈડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે ત્યારથી આ વિભાગે 24 લોકોની ધરપકડ કરી છે. અન્ય અધિકારીએ કહ્યું કે, ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ હિંસાની ઘટનામાં સક્રિયપણે સામેલ હતા. અગાઉ પાલઘર પોલીસે 110 લોકોની ધરપકડ કરી હતી, તેમાંથી નવ સગીર છે. આ ઘટના ગડચિંચલે ગામમાં 16 એપ્રિલના રોજ બની હતી.
એક કારમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેવા બે સાધુ મુંબઇથી સુરત જઈ રહ્યાં હતા. તેનો ડ્રાઈવર પણ તેની સાથે હતો. ચોર હોવાની આશંકાએ એક ટોળાએ તેને ગામમાં અટકાવ્યા અને તેને માર માર્યો હતો. કેટલાક પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અગાઉ એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક આરોપીઓ ગામમાંથી ગાઢ જંગલમાં ભાગી ગયા હતા. તેમને પકડવા પોલીસે ડ્રોનનો આશરો લીધો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા એક વ્યક્તિ આ મહિનાની શરૂઆતમાં કોરોના વાઇરસથી ચેપ લાગ્યો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.