રાંચી (ઝારખંડ): ઝારખંડ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે ઝારખંડના ત્રણ જિલ્લામાંથી કુલ 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં ગિરિડીહ જિલ્લામાં 4, કોડરમાં 2 અને રાંચી જિલ્લામાંથી 2 સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઇ હતી.
એક તરફ કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ રાહતની વાત છે કે, આ ખતરનાક વાઇરસથી મુક્ત થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 87 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.