નવી દિલ્હીઃ રાજ્યસભામાં કૃષિને લગતા બિલ પસાર કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના સાંસદોએ આ બિલનો વિરોધ કરતા સભામાં ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષના સાંસદોએ રાજ્યસભાના સ્પીકર હરિવંશ નારાયણ સિંઘનું માઈક તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યસભાના ચેરમેને વેંકૈયા નાયડુએ વિરોધ પક્ષના આઠ સાંસદોને સભામાં હોબાળો અને ગેરરીતિ કરવા બદલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યા છે. રાજ્યસભામાં કૃષિને લગતા બિલને લઈને વોટિંગ કરવામાં આવ્યું હતું તે દરમિયાન જ હોબાળો થયો હતો. ટીએમસીના સાંસદ ડેરેક ઓ'બ્રેયન, દોલા સેન, કોંગ્રેસના રાજીવ સાતવ, રિપુણ બોરા અને નાસીર હુસૈન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કે.કે. રાગેશ અને સીપીએમ પાર્ટીના ઈ. કરીમને રાજ્યસભાના ચેરમેન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સાંસદે કૃષિ બિલના વોટિંગ દરમિયાન બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
રાજ્યસભામાં કૃષિ બિલ પર વોટિંગ દરમિયાન હોબાળો કરનારા 8 સાંસદ સસ્પેન્ડ - ઈટીવી ભારત
રાજ્યસભામાં રવિવારે કૃષિને લગતા બિલ પર ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના 8 સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત રાજ્યસભાના સ્પીકર હરિવંશ નારાયણ સિંઘનું માઈક તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેને ધ્યાનમાં લઈને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ આ આઠ સાંસદોને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યા છે.
રાજ્યસભાના ચેરમેન નાયડુએ કહ્યું, લોકશાહી માટે આ દિવસ દુર્ભાગ્યપૂર્ણ અને ટીકાત્મક કહી શકાય. વિપક્ષ દ્વારા આ બિલને યોગ્ય રીતે પસાર નથી કરવામાં આવ્યું તે સંદર્ભે કરવામાં આવેલી અરજીને પણ રાજ્યસભાના ચેરમેને નકારી દીધી હતી. રવિવારે રાજ્યસભા એવી ઘટનાનું સાક્ષી બન્યું છે જે પહેલા ક્યારેય નથી બની. તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રેયને કૃષિ બિલનો વિરોધ કરતા રાજ્યસભાના સ્પીકરનું સ્પીકર તોડવાની કોશિશ કરી હતી. જ્યારે સભા દ્વારા તેમના વિરોધને અયોગ્ય ગણાવવામાં આવ્યો ત્યારે ડેરેક ઓ'બ્રેયન ગુસ્સામાં આવી ગયા અને તેમણે રાજ્યસભાની રૂલ બુક પણ ફાડી નાખી હતી. ત્યારબાદ તેઓએ આ બિલના વિરોધમાં 'કાલા કાનૂન'ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ તમામ ઘટનાને જોતા રાજ્યસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. તૃણમુલ કોંગ્રેસના લીડરે રાજ્યસભાના ચેરમેનને કહ્યું તમે આવું ન કરી શકો. જોકે મામલો વધું ગંભીર બનતા અને વિપક્ષનો હોબાળો આક્રમક થતા ડેપ્યુટી ચેરમેનના સહયોગીએ તેમને બચાવવા વચ્ચે આવવું પડ્યું હતું. રાજ્યસભાના ચેરમેને વિપક્ષને આવું ન કરવા માટે ટકોર કરી હતી છતાં વિરોધ પક્ષના સાંસદો હોબાળો મચાવી રહ્યા હતા છેવટે આઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.