ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિક્ષણપ્રધાને અંતિમ સેમેસ્ટરની પરીક્ષાઓ યોજવાના UGCના નિર્ણયને સમર્થન આપ્યું - Ramesh Pokhriya

ભારતીય યુનિવર્સિટીનાં એસોસિએશનના વાર્ષિક સંમેલનમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે કુલપતિઓની બેઠકમાં જણાવ્યું છે કે, યુજીસી દ્વારા અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવા અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Education Minister supports UGC decision of conducting final Semester exams Of Vice-Chancellors
શિક્ષણપ્રધાને અંતિમ સેમેસ્ટરની પરીક્ષાઓ યોજવાના UGCના નિર્ણયને સમર્થન આપ્યું

By

Published : Aug 17, 2020, 7:57 PM IST

નવી દિલ્હીઃ ભારતીય યુનિવર્સિટીનાં એસોસિએશનના વાર્ષિક સંમેલનમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે કુલપતિઓની બેઠકમાં જણાવ્યું છે કે, યુજીસી દ્વારા અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવા અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય પ્રધાને વિદ્યાર્થીઓને અંતિમ વર્ષ/સેમેસ્ટરની પરીક્ષાઓ ફરજિયાત બનાવવામાં ફરી એકવાર યુજીસીનો બચાવ કર્યો છે અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ઓનલાઇન અથવા ઓફલાઇન મોડમાં અથવા બંનેમાં અંતિમ સેમેસ્ટરની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. યોજાયેલી મીટિંગ દરમિયાન કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, કેટલીક યુનિવર્સિટીઓએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોગચાળાની પરિસ્થિતિ દરમિયાન પરીક્ષાઓ યોજી છે અથવા યોજવા જઈ રહી છે.

શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલે ‘નિશાંક’ આજે બપોરે 12 વાગ્યે કુલપતિઓની વાર્ષિક સંમેલનમાં ભારતીય યુનિવર્સિટીના એસોસિએશનમાં ભાગ લેવા અંગેના સમાચારોની પુષ્ટિ કરી. શ્રી પોખ્રિયાલે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે, સાથી નિષ્ણાતો સાથે ભારતીય યુનિવર્સિટીઓ પર વાત કરશે. મારા ટ્વિટર અને ફેસબુક હેન્ડલ્સ પર બપોરના 12 વાગ્યે લાઇવ જોડાઓ.

ABOUT THE AUTHOR

...view details