ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EVMનો વિરોધ કરનારા પક્ષો પણ જીત્યા છે: અમિતશાહ - E;ECTION RESULT

ન્યુઝ ડેસ્કઃ વિપક્ષે એકત્રિત થઈ EVM અને VVPAT અંગે ઉઠાવેલા મુદ્દાને લઈ આજે EC મહત્વનો નિર્ણય લીધો છે. વિપક્ષની માંગને ધ્યાને રાખી ચૂંટણી આયોગની બેઠક યોજવામાં આવી હતી. આ મુદ્દે EC દ્વારા નિર્ણય આવી ગયો છે. જેમાં ECએ વિપક્ષની માંગનો અસ્વીકાર કર્યો છે. આ બાબતે અમિતશાહે વિપક્ષ પર આકરા પ્રહાક કરીને કહ્યું છે કે, EVMનો વિરોધ કરનારા પક્ષો પણ જીત્યા છે.

ફાઇલ ફોટો

By

Published : May 22, 2019, 1:10 PM IST

Updated : May 22, 2019, 5:33 PM IST

લોકસભા ચૂંટણી 2019ના પરિણામને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં એક જ સવાલ છે કે આ વખતે કોની સરકાર બનશે? દરેક નેતા પૂરા વિશ્વાસથી તેમની જીતનો દાવો કરી રહ્યા છે. પરિણામ અગાઉ વિપક્ષ EVM પર આરોપ લગાવી રહ્યા છે અને એકજૂથતાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિપક્ષના સતત આરોપોના કારણે ચૂંટણી પંચે આજે એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં ચૂંટણી પંચ VVPAT સાથે EVMને મેચ કરવા વિશે ચર્ચા કરી હતી. ચર્ચા વિચારણા કર્યા બાદ ECએ તેમનો મહત્વના નિર્ણય આપી દીધો છે. ECએ વિપક્ષની માંગને નકારી કાઢી છે.

અમિતશાહનું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂની અધ્યક્ષતામાં વિપક્ષના વરિષ્ઠ નેતાઓએ EC સાથે મુલાકાત કરશે.એક્ઝિટ પોલ પછી અને પરિણામ પહેલા જ વિપક્ષે EVM વિશે હોબાળો કરવાનું શરૂ કર્યું છે.

Last Updated : May 22, 2019, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details